Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોખડા હરિધામ મંદિરનો મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો.

Share

સોખડા હરિધામ મંદિરનો વિવાદ હજુ પણ સમ્યો નથી પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો અને સેવકો આ તકરારને લઈને કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. વડોદરાના કલેક્ટર એ બી ગોર સાથે સંતો અને સેવકોએ બેઠક કરી આવેદનપત્ર પાઠવ્યું છે. બંને પક્ષના અનુયાયીઓ કલેકટર કચેરીએ પહોંચતા સમગ્ર મામલો તંગ બન્યો હતો અને કલેકટર કચેરીનો માહોલ ગરમાયો હતો. સોખડા હરિધામ મંદિરના ત્યાગ વલ્લભ સ્વામી પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ પ્રબોધ સ્વામી ગ્રુપના હરિભક્તોએ કર્યો હતો. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બન્ને પક્ષની રજૂઆત સાંભળી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મામલો થાળે પાડવાની વાત કરેલ છે, જો જરૂર પડશે તો ચેરિટી કમિશનરની નિમણૂક કરી સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હાલ વડોદરાના કલેકટર એ બી ગોરે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સાફ સફાયના અભાવે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ભાવના ફાર્મ પાસે જ ગંદકીથી રોગચાળાની ભીતિ

ProudOfGujarat

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!