વડોદરા જિલ્લાના કરજણ તાલુકા કિસાન મોરચો – ભાજપ દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત કરજણના કણભા ગામ પાસે આવેલા દિનુભાઈના કૂવા પાસે યોજાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપ સિંહ ચૌહાણ દ્વારા કાર્યક્રમ વિશે સુંદર ચિતાર રજુ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તાલુકા – જિલ્લાના કિસાન મોરચાના પદાધિકારીઓનું કેસરિયો ખેસ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પુર્વ ધારાસભ્ય સતીષ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણી નજીક ગમે ત્યારે આવે પણ આ એક જ પાર્ટી એવી છે કે ભાજપ જ લોકોના પ્રશ્નો સાંભળે છે. છેવાડાના માનવી સુધી લોકોના પ્રશ્નો ભાજપ સારી રીતે સાંભળે છે. ખેડૂતોને સતત વીજળી પૂરી પાડવા અમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. નર્મદા નહેરનું પાણી બધાને મળી રહ્યું છે. એમ જણાવ્યું હતું. આવનારી પેઢી માટે જમીન ફળદ્રુપ રાખવા અપીલ કરી હતી.
ભાજપ સરકારે દરેક ખેડૂતોને લાભ આપ્યા છે. આપણે ખાતરનો આડેધડ ઉપયોગ કરીએ છીએ. કરોડો રૂપિયા સરકાર ખાતર માટે સબસિડી આપી રહી છે. એમ જણાવ્યું હતું. ખેડૂતોની ચિંતા કરતી સરકાર ભાજપ હોવાનું જણાવ્યું હતું. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત નમો કિસાન પંચાયત માં દિનેશભાઈ અંબાલાલ પટેલ ઉમજ, પ્રમુખ – કરજણ તાલુકા કિસાન મોરચો ભાજપ, ઈશ્વરસિંહ પરમાર મહામંત્રી, કરજણ તાલુકા કિશાન મોરચો ભાજપ સહિત કિસાન મોરચાના પદાધિકારીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આયોજિત નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ ડી.ડી ચુડાસમાજી, જિલ્લા કિસાન મોરચાના પ્રભારી દેવુસિંહ રાજ, કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડૉ. બી જે બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલા, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કુમુદબેન પટેલ, જિલ્લા મંત્રી ભરતભાઇ પટેલ, જિલ્લા અને તાલુકાના કિશાન મોરચાના પદ અઘિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ