વડોદરાને ગુજરાત રાજાનું સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ શું ખરા અર્થમાં વડોદરા સ્માર્ટ સિટીની નોંધણીમાં આવે છે? તેવા અનેક સવાલો અહીંના કુબેર ભવન રોડ પર વસવાટ કરતાં લોકોએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી છે.
વડોદરાના કુબેરભવન BSNL ની ઓફિસની બાજુમાં એક મોટો ભૂવો પડયો છે. આ ભુવાના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. આ ભૂવો પડવાને કારણે VMC તંત્ર દ્વારા માત્ર બેરીકેટ મૂકવામાં આવ્યું છે. VMC ના જાડી ચામડીના સત્તાધીશો શું અહીં કોઈ અકસ્માત સર્જાય તેની રાહ જુએ છે ? આવા અનેક પ્રશ્નો અહીંના રહેવાસીઓએ ઉઠાવ્યા છે.
Advertisement