વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની વધુ પડતી ફી વસૂલાતી હોવાના કારણે આજે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનના તેજસ સોલંકી દ્વારા રજિસ્ટાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર મુજબ જેટલા દિવસ રહેવાનું હોય તે મુજબ ફી નું ધોરણ હોવું જોઈએ તેમજ અહીં આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં પ્રવેશ શરૂ થતાં જ રૂપિયા 10,000 જેવી ફી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે જે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવાની સાથે જ વસૂલવામાં આવતી વધુ પડતી હોવાથી અહીંના વિદ્યાર્થીઓને પરવડે તેમ ના હોય આથી નિયમિત રહેઠાણના રૂપિયા 50 લેખે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે તેવી આ આવેદનપત્રમાં માંગણી કરાય છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડોક્ટર કે.એ ચુડાસમા રજીસ્ટાર આ મુદ્દે જણાવે છે કે વિદ્યાર્થીઓનું હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તેવા સંજોગોમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા નિર્ણય લે છે આથી આ નિર્ણયને પણ યુનિવર્સિટીની વિવિધ કમિટીઓમાં મુકવામાં આવ્યો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ પાસેથી માર્ચથી માંડી મે મહિના સુધીની ફી લેવામાં આવે તેવી હોસ્ટેલ કમિટી સમક્ષ અમે રજૂઆત કરી છે, હંમેશા યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે છે આ વખતે પણ વિદ્યાર્થીઓના હિતમાં વિચારી યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ સયાજીરાવ યુનિવર્સિટીના રજિસ્ટાર આ મુદ્દે જણાવે છે.
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફી ના મુદ્દે વિદ્યાર્થીઓએ પાઠવ્યું રજીસ્ટરને આવેદન.
Advertisement