વડોદરા સ્ટેશન પર હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓની એજન્સીની તપાસ થાય તે પહેલાં જ આ ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઈ જતા પોલીસ હરકતમાં આવી છે.
વડોદરામાં ગઈકાલે હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મૂળ બાંગ્લાદેશની બે મુસ્લિમ યુવતી મોસમી શેખ યાસ્મીન અને પોપી બેગમ શેખ પ્રવાસ કરતી હોય તેમની ભાષા પરથી આઈડી પ્રૂફ ચેક કરતા બંને યુવતીઓ બાંગ્લાદેશી હોવાનું પોલીસને જાણવા મળ્યું હોય આ બંને યુવતીને પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં રાખી તેમના ઈરાદાઓ જાણવાની તપાસ શરૂ કરવાની હોય પરંતુ ખાનગી રાહે પૂછતા કે ઇન્ટ્રોગેશન શરૂ થાય કોઈ એજન્સીની તપાસ કરવામાં આવે તે પહેલાં જ આ ત્રણ યુવતીઓ આજે વહેલી સવારે નારી સંરક્ષણ ગૃહની દિવાલ ઓળંગી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી છે.આ યુવતીઓ ફરાર થતાં તેઓ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
આ કેસમાં દેશની સર્વોચ્ચ એજન્સીઓની તપાસની માંગ કરવામાં આવેલ હોય, એજન્સી તપાસની પહેલાં જ બંને યુવતીઓ ફરાર થઈ જતા આ બાંગ્લાદેશી યુવતીઓના ઈરાદાઓ વિશે રહસ્ય અત્યંત ગંભીર બનતું જાય છે. આખરે આ ત્રણ યુવતીઓ બાંગ્લાદેશથી ભારત શા માટે આવી હશે? તેમજ ભારત આવીને પોતાના નકલી આધાર કાર્ડ શા માટે કઢાવ્યા હોય તે સહિતનો વિષય આગળ પોલીસ તપાસમાં બન્યો છે. આ અંગે વડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.