Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરના બોડેલી ગામના જવાન શહિદ થતાં ગામમાં ગમગીનીનો માહોલ.

Share

છોટાઉદેપુરના બોડેલીના અલ્હાદપુરા ગામના તુલસી બારીયા સેનામાં ફરજ બજાવતા હોય, અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થતાં શહીદ થયા છે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હોય,

છેલ્લા ૨૧ વર્ષથી આ યુવક સેનામાં ફરજ બજાવતા હતા તેઓ જમ્મુ-કાશ્મીરમાં ટ્રકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રસ્તામાં અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં જવાનને ગંભીર ઇજાઓ થઇ હોય જેના કારણે તેઓ શહીદ થયા હોય દિલ્હીથી હવાઈમાર્ગે તુલસી બારીયાના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો તેમની શહિદની જાણ થતાં બોડેલી ગામમાં ગર્વ સાથે ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો. તેઓ ૨૧ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. બોડેલી ગામના પ્રથમ જવાન ભારતીય સેનામાં જોડાયા હતા આથી સમગ્ર ગ્રામજનોને તેઓનું ગૌરવ હતું પરંતુ આજે બોડેલી ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા આચાર્ય મહારાજ હસ્તે પ્રસ્થાપિત કરાઇ.

ProudOfGujarat

વડોદરા : રીંછના હુમલાના ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલની કુશળ સર્જરીથી ચહેરો પૂર્વવત કરવામાં મળી સફળતા.

ProudOfGujarat

રાજપીપળા સિવિલમાં સાઈક્રિયાટ્રિક સોસીયલ વર્કરના ઇન્ટરવ્યૂ યોગ્ય ઉમેદવરની નિમણૂક ન થઈ હોવાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!