Proud of Gujarat
GujaratFeaturedINDIA

તમે વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી ઘરમાં ફેંક્યા કોન્ડમ, વીડિયો ઉતારી કરી એક લાખની માંગણી

Share

 

સૌજન્ય-વડોદરાઃ અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટના સેક્સન ખાતામાંથી આવીએે છીએ, તમે ઘરમાં છોકરીઓ રાખી વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો. તેમ કહી 4 ભેજાબાજોએ તાંદલજાની મહિલા પાસે 1 લાખ રૂપિયા માગ્યા હતાં. પોલીસે ચારેય નકલી પોલીસ અને પ્રેસ રિપોર્ટરની ધરપકડ કરી હતી.

Advertisement

તમે વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી ઘરમાં ફેંક્યા કોન્ડમ
વડોદરા શહેરના તાંદલજા વિન્સન એપાર્ટમેન્ટમાં રહેતા આશા પાંડુરંગ પાટિલ, તેનો પતિ અને ઘરે જમવાનું બનાવવા આવતી નિલોફોર ગત 3 સપ્ટેમ્બરે ઘરે હતા, ત્યારે બપોરે 2 વાગે ત્રણ શખ્સો તેમના ઘરે આવ્યા હતાં. અમે અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટના સેક્સન ખાતાના માણસો છીએ. તમારા ઘરમાં છોકરીઓ રાખી વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી 1 લાખ રૂપિયા માગ્યા હતાં. એક શખ્સે વેશ્યાવૃતિનો ધંધો બતાવવા માટે ઘરમાં કોન્ડમ છૂટાછવાયા નાખી દીધા હતાં અને બળજબરીથી વીડિયો ઉતાર્યો હતો. મહિલાના પતિના ગળા પર છરી મૂકી 29 હજાર રૂપિયા લઇ લીધા હતાં. બીજા દિવસે ફરી સમીર પઠાણ નામના શખ્સ એલઇડી કાઢી લઇ ગયો હતો. આ વખતે આદીલ અને જૈમિલ પટેલે પ્રેસ રિપોર્ટર હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ત્રીજા દિવસે પણ આવી વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. 15 દિવસ પછી ફરી ફોન કરીને ધમકી આપતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અમજદ પાર્કનો સમીરખાન પઠાણ, રાજલક્ષ્મી સોસાયટીનો જૈમિલ જયેશ પટેલ , આદિલખાન ઉર્ફે માયા અજીજ ખોખર અને એઝાજ અહેમદ શેખની ધરપકડ કરી હતી.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર શોર્ટશર્કીટના કારણે ફોર્ડ ફિગો કારમાં લાગી આગ-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના કિર્તીભાઈ પટેલ ફુલોની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!