વડોદરામાં ફતેગંજ વિસ્તારમાંથી બાતમીના આધારે એરપોડસ અને પેન ડ્રાઈવ ચોરને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ એ પકડી પાડયો છે. ગઈકાલે લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ ડીવી ચૌધરી અને સ્ટાફના જવાનો ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન યુવરાજસિંહને બાતમી મળી કે એક ઈસમ થેલામાં એપલ કંપનીના એરપોડશ અને પેન ડ્રાઈવ વેચવા માટે નીકળેલ હોય આ ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં માલુમ પડ્યું કે આરોપી આદિલ રાશીદ ખાન રહે. ઉત્તરપ્રદેશનો હોય તેની અગ્રેસર ભવન ગેસ્ટ હાઉસ પાસે તપાસ કરતાં અને ઝડપી લેતા મુદ્દામાલનું બિલ કે આધાર પુરાવાની વિગતોની પૂછતાછ કરતા એચ.પી કંપનીના 43 પેન ડ્રાઈવ કિંમત રૂપિયા 48000 અને એપલ કંપનીના આઠ એરપોડસ જેની કિંમત રૂ 80 હજારના મુદ્દામાલની વિગતો પૂછતાં જાણવા મળ્યું કે આ તમામ વસ્તુઓ ચોરાઉ હોય જેના મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવા ના હોય આથી પોલીસે કુલ રૂપિયા 1,30,700 મુદ્દામાલ કબજે કબજે કરી આઇ.પી.સી કલમ 41 એક d મુજબની કાર્યવાહી હાથ ધરી પરપ્રાંતીય શખ્સ દ્વારા આ ચોરાઉ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાંય મોકલવાનો હોય તે સહિતની કામગીરી વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હાથ ધરેલ છે.
વડોદરાના ફતેગંજમાંથી પેનડ્રાઈવ અને એરપોડસ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.
Advertisement