Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ ખાતેથી ગાંજાના જથ્થા સાથે એક પરપ્રાંતીયને ઝડપી પાડતી એસ.ઓ.જી. ની ટીમ.

Share

વડોદરા ન્યુ વીઆઇપી રોડ રેવડિયા મહાદેવ ભરવાડ વાસમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના પરપ્રાંતિય શખ્સને ગાંજાના એક કિલો જથ્થા સાથે વડોદરાની એસ.ઓ.જી. ની ટીમે ઝડપી પાડયો છે.

વડોદરાને નશામુક્ત શહેર કરવા માટે નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા માટેની પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઇ હોય ગતરાત્રીના એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે હેડ કોન્સ્ટેબલ જયકિશન સોમાજીનાઓને બાતમી મળેલ કે ન્યુ વીઆઇપી રોડ ખાતે રેવડિયા મહાદેવ ભરવાડ વાસમાં વિનોદ કુમાર લક્ષ્મીપ્રસાદ ગુપ્તા ઉંમર ૫૫, મૂળ રહેવાસી 204 નવાપુરા, વારાણસી જેતપુરા ઉત્તરપ્રદેશનો પરપ્રાંતીય શખ્સ જે છુટકમાં ગ્રાહકોને ગાંજાનું વેચાણ કરતો હોય તે જગ્યા પર એસ.ઓ.જી પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા 1 કિલો 800 ગ્રામ, ગાંજો કિંમત રૂપિયા 18,000/- તથા ગાંજાના વેચાણના રોકડ રકમ રૂ.3,600 તથા મોબાઈલ ફોન રૂપિયા 500 મળી કુલ રૂપિયા 22,100/- નાં મુદ્દામાલ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી સ્થળ પરથી નાસી છુટેલ ભાગેડુ આરોપીને ઝડપી પાડવા અને રાજ્યમાંથી માદક પદાર્થના નેટવર્કને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગૌરીવ્રત નિમિતે મહેંદી સ્પર્ધાનું આયોજન

ProudOfGujarat

રાજપીપળા : ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!