Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા મહારાજા સયાજીરાવની જન્મ જયંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું.

Share

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના વિભાગ તળે ગંથ્રાલય ખાતુ કાર્યરત છે. વડોદરાના બેંક રોડ, માંડવી સ્થિત મધ્યવર્તી પુસ્તકાલય ખાતે રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતાના આર્થિક સહયોગથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આઝાદી કા અમૃત્ત મહોત્સવ અને વડોદરાના રાજવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૯ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા કલેકટર અતુલ ગોરે કરાવ્યો હતો. આ પ્રસંગે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આઝાદી કા અમૃત્ત મહોત્સવ પુસ્તક પ્રદર્શન પણ ખૂલ્લું મૂક્યુ હતુ.

દીપ પ્રાગટ્ય કરી કલેકટર અતુલ ગોરે કહ્યુ કે, પુસ્તકાલયોની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે સમાજની સેવા કરી છે, જે આજે પણ નોંધનીય છે. નાના ગામડાઓમાં પણ પુસ્તકાલય સ્થાપી તેમણે પુસ્તકો અને વાંચન થકી જ્ઞાનના દ્વાર ખોલી આપ્યા. રાજય સરકારે વાંચે ગુજરાત અભિયાનની શરુઆત કરાવી વાંચનની પ્રેરણા આપવાનું કાર્ય પુનઃ શરુ કરાવ્યું. કલેકટરએ વધુમાં કહ્યુ કે, પુસ્તકાલયો એ જ્ઞાનની ગંગા છે અને તે ગંગા વહેતી બને તે માટે ગ્રંથપાલની ભૂમિકા અગત્યની છે. ગંથ્રપાલ પુસ્તકાલયોને માત્ર રોજીરોટી તરીકે નહિ પરંતુ રસ લઇ યુવા પેઢીને વાંચન માટે પ્રોત્સાહિત કરે, પુસ્તકો અને પુસ્તકાલયનું જતન કરે, પુસ્તકો સમાજ સુધી પહોંચે તે માટે વિશેષ સક્રિય થાય તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, માત્ર નોકરી મેળવવા જ નહિ પરંતુ જીવન સારી રીતે જીવવા માટે શિક્ષણ અને વાંચન જરુરી છે. હકારાત્મક વિચારો અને હકારાત્મકતા માટે વાંચન જરુરી છે. જ્ઞાનના દીવા સમાન પુસ્તકો અને ગ્રંથાલયો સમાજમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. મહારાજા સયાજીરાવના પ્રયાસો થકી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુસ્તકાલય, પુસ્તકો, શિક્ષણ અને વાંચનનો વ્યાપ થયો. વિશ્વના સાતત્ય માટે વાંચન જરુરી છે, વાંચન થકી વિચારો અને વિચારો થકી લેખન અને અભિવ્યક્તિની કળા વિકસી શકે છે. યુવાનોને પુસ્તકો વાંચવાની જીજ્ઞાશા થાય તે માટે પ્રયાસો કરવા જરુરી છે. વિચાર ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે પુસ્તકોનું વાંચન મહત્વના છે.

વડોદરા મધ્યવર્તી પુસ્તકાલયના રાજય ગ્રંથપાલશ્રી જે કે ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. મહત્વનું છે કે, ગ્રંથાલય ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત્ત મહોત્સવ પુસ્તક પ્રદર્શનમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, આઝાદીના લડવૈયાઓ અને સર સયાજીરાવ ગાયકવાડના જીવનકવન પર અનેકવિધ પુસ્તકો વિશે માહિતી મેળવી શકાય છે. આ સેમિનારમાં ગંથ્રાલય ખાતાના નિયામક પી કે ગોસ્વામી, વીર નર્મદ યુનિવર્સિટી, સુરતના પૂર્વ કુલપતિ રમેશચંદ્ર કોઠારી, એમ એસ યુનિવર્સિટી પુસ્તકાલયના ગ્રંથપાલ મયંક ત્રિવેદી, વાંચે ગુજરાતના નિખિલ દેસાઇ, ગોધરા, રાજપીપળા, તિલકવાડા સહિતના સ્થળોએથી મદદનીશ ગ્રંથપાલ તથા ગ્રંથાલય ખાતાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

ProudOfGujarat

ભરૂચ : અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!