વડોદરા જિલ્લાના કરજણ હાઇવે પર આવેલા સનરાઈઝ ઓટો ગેરેજમાંથી એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ચોકકસ બાતમીદારથી બાતમી મળી હતી કે કરજણ મોતીમહેલ હોટલની બાજુમાં આવેલ આદીત્ય કોમ્પ્લેક્ષમાં આવેલ સનસાઇઝ ઓટો ગેરેજવાળો દેવેન્દ્ર રાવલ નાઓએ પોતે પોતાના ગેરેજમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગેરેજની દુકાનમાં સંતાડી રાખેલ છે. જે હકિકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત બાતમી હકીકતવાળા ગેરેજ ખાતે જઇ તપાસ કરતા એક ઇસમ નામે દેવેન્દ્ર ઉર્ફે દેવ ધનસુખભાઈ રાવલ હાલ રહે. સી -૩૩, ચંન્દ્રલોક બંગ્લોઝ, રાજપુત સમાજની વાડી પાસે, નવાબજાર, કરજણ મુળ રહે . વાઢેરા, રાવલવાસ, થાણા – રોહીડા , તા – પીંડવાડા , જી – સીરોહી ( રાજસ્થાન ) નો હાજર હતો.
જેને સાથે રાખી ગેરેજમાં તપાસ કરતા વિમલના થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ ભરેલ હોય જેની ગણતરી કરતા વિદેશી દારૂના પાઉચ કુલ નંગ – ૨૮૮ કિંમત રૂપિયા ૨૮,૮૦૦ /- તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ. ૨,૦૦૦ /- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૦,૮૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારુ બાબતે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો અચીજા કોમ્પ્લેક્ષમાં આવેલ મહાદેવ હોટલના માલીક ઉમેશભાઇ પુરોહીત નાઓના કહ્યા મુજબ આજથી દસેક દિવસ પહેલા તેની મહાદેવ હોટલ ઉપરથી સવારના લાવેલ હતો અને આ વિદેશી દારુ ગેરેજ ઉપર મુકી રાખી વેચાણ કરતો હોવાની હકિકત જણાવતા પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારુ મોકલનાર ઇસમ વિરધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ મથકમાં પ્રોહીબિશન ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરાવી બાકી આરોપીને સત્વરે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
યાકુબ પટેલ, કરજણ