વડોદરા જિલ્લાના કરજણ સ્થિત પથિક પાર્ક ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા પુર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજિત કરવામાં આવી હતી. આયોજિત મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની નવ નિયુક્ત હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મંત્રી નીલાબેન ઉપાધ્યાયે ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મોંઘવારી મુદ્દે તેઓએ મહિલાઓએ એકત્ર થઇ મોંઘવારીનો વિરોધ કરવા આહવાન કર્યું હતું. ભાજપ સરકાર આકરા પ્રહારો સાથે સાથે આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સાગર કોકો એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સદસ્ય નોંધણી ઝુંબેશ માટે એકત્ર થયા છે. બુથ લેવલ પર સારી કામગીરી કરવામાં આવશે તો ૨૦૨૨ ની ચૂંટણીમાં આપણે સારો દેખાવ કરી સત્તા પ્રાપ્ત કરી શકીશું. ત્યારબાદ સિદ્ધાર્થ પટેલ સહિત ઉપસ્થિત હોદ્દેદારોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે મહિલા દિવસ છે અને દેશમાં એવી સ્થિતિ છે કે મહિલાઓએ પોતાના અધિકાર માટે લડવું પડે છે. સમગ્ર ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ કર્યા હતા. જે ઝડપથી સદસ્ય નોંધણીની પ્રક્રિયા થવી જોઈએ તે થઈ નથી હોવાનું જણાવ્યું હતું. દ્વારકા ખાતે આયોજિત ચિંતન શિબિરમાં મોંઘવારી તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખેડૂતોના નામે વાતો થાય છે ખેડૂત જ્યારે અન્યાય સામે લડવા જાય છે ત્યારે ગોળીબાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા.
ભાજપની માનસિકતા અને નીતિ ખેડૂત લક્ષી ન હોવાના આક્ષેપ કર્યા હતા. ઉદ્યોગપતિઓનો વિકાસ કરવાના ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ત્રણ દિવસની શિબિરમાં ભાજપ સામે લડવા અને ચૂંટણી જીતવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. આ બધા માટે સંગઠનને મજબૂત બનાવવા ખાસ ભાર મૂક્યો હતો. નવી ટેકનોલોજી થી સાચી સદસ્ય નોંધણી કરવા જઈ રહ્યા છીએ એમ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ૪૫ લાખથી વધુ સદસ્યો બનાવવાના છે એમ તેઓએ જણાવ્યું હતું.બે દાયકાથી વધુ ભાજપ સત્તા પર છે. ભાજપ સામે વિરોધ ન થતો હોવાનું જણાવ્યું હતું. ખેડૂત હિત ધરાવતી સરકાર બનાવવા અપીલ કરી હતી. દેશનું અર્થતંત્ર ભાગવાની દિશામાં જઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. સામન્ય માનવી પાસે જે રકમ પહોંચવી જોઈએ તે ન પહોંચી હોવાના ભાજપ પર આક્ષેપ કર્યા હતા. કરો યા મરોની લડાઈ લડવાની અપીલ કરી હતી. તૈયાર થવા સંગઠન મજબૂત બનાવવા માટે ખાસ આહવાન કર્યું હતું.
આયોજિત મીટીંગમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વિધાનસભાના ઉમેદવારો, જિલ્લા પંચાયતના વિજેતા તેમજ પરાજિત ઉમેદવારો, તાલુકા પંચાયતના વિજેતા તેમજ પરાજિત ઉમેદવારો, કોંગ્રેસ સમિતિના ઓબીસી, એસ સી, એસ ટી, સેલના હોદ્દેદારો, માઈનોરીટી સેલના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, સોશિયલ મીડિયા, યુવા કોંગ્રેસ, સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં કરજણ તાલુકા પુર્વ અઘ્યક્ષ ભરત ભાઈ અમીને આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ