ભરૂચના સાયર અને વેલુ ગામની લીઝ બંધ કરવામાં આવતા લીઝ ધારકોએ આજે વડોદરા કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે.
આ લેખિત આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવેલી છે જેમાં કોન્ટ્રાક્ટર કેતન પટેલ દ્વારા રજૂઆત કરાઇ છે જેમાં માલોદ ગામે ગત 21 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી ભૂસ્તર કચેરીઓથી લીઝો બંધ કરવામાં આવી છે કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર અચાનક જ લીઝની કામગીરી બંધ કરાતા આજે તમામ લીઝ ધારકો એ આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે તારામાં કાયદેસરની લીઝની મંજુરી મળેલ હોય આ કામગીરીને કારણે ૬૦૦૦ થી વધુ કુટુંબો પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં ચાલતા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે એલએનટી જેવા પ્રોજેક્ટની કામગીરી પણ હાલના સંજોગોમાં બંધ હોય લીઝની કામગીરીને કારણે વ્યવસાયકારો ભાડેથી પોતાને રોજગારી મળશે તેવા આશય સાથે વાહનો હિટાચી, ડમ્પર જે ભાડેથી મેળવે છે પરંતુ હાલના સંજોગોમાં કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર ભૂસ્તર કચેરી દ્વારા લીઝની કામગીરી બંધ થતાં અહીંના મજૂરીકામ કરતાં તેમજ કોન્ટ્રાક્ટ મેળવતા લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે આથી અમારી માંગણી છે કે શાયર અને વેલુ ગામમાં લીઝની કામગીરી ફરી એક વખત શરૂ કરવામાં આવે.
ભરૂચના સાયર અને વેલુગામની રેતીની લીઝો ચાલુ કરવાણી માંગ સાથે વડોદરા કલેક્ટરને પાઠવ્યું આવેદન.
Advertisement