સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના છત્ર હેઠળ ૮ યુવતીઓ તો વિવિધ રમતોના કવોલિફાઇડ કોચ તરીકે કાર્યરત છે જ અને તેની સાથે ચાર યુવા પ્રોફેશનલ દીકરીઓ યોગ, ફિઝિઓ અને ન્યુટ્રી કોચ તરીકે સેવાઓ આપી રહી છે. આ પૈકી જીલ ઠાકોર યોગ પ્રશિક્ષક છે તો યેશા પાઠક ન્યુટ્રી કોચ એટલે કે પોષણ માર્ગદર્શક છે તો વિધિ ત્રિવેદી અને શિલ્પીન ખૈરે ફિઝીઓથેરાપિસ્ટ છે.
ખેલાડીને માત્ર રમતાં આવડે એટલું પૂરતું નથી એને રમતો અને જીતતો રાખવા ચુસ્ત, ઉર્જાવાન અને સ્થિર મનનો રાખવો જરૂરી છે અને આ ચારેય દીકરીઓ રમતવીરો/ વીરાંગનાઓને ચુસ્ત, સ્ફૂર્તિલા, ઉર્જાવાન અને દ્રઢ મનોબળવાળા રાખવાનું ખૂબ અગત્યનું કામ કરે છે તેમના લીધે વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું પણ કેન્દ્ર બન્યું છે.
Advertisement