Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રસ્તા પરનું અનધિકૃત દબાણ દુર કરાયું.

Share

કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં જાહેર માર્ગ ઉપર થયેલ અનધિકૃત દબાણ તાલુકા સર્કલ અધિકારીની હાજરીમાં તેમજ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરવામાં આવ્યું હતું. સાંસરોદ ગામમાં જાહેર માર્ગ ઉપર સાત ફુટ જેટલું દબાણ દીવાલ બનાવીને ઉભુ કરવામાં આવ્યું હતું. સદર દબાણ બાબતે નામદાર હાઇકોર્ટ દ્વારા દબાણ દુર કરવા બાબતે સંબંધિતોને આદેશ આપતા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

જેસીબી મશીન દ્વારા ઉપરોક્ત અનધિકૃત દબાણ દુર કરવામાં આવ્યું હતું. દબાણ દુર કરવાની કામગીરી વેળા તાલુકા સર્કલ અધિકારી, ગ્રામ પંચાયત સત્તાધીશો, કરજણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે દબાણ દારોએ પણ દબાણ દુર કરતી વખતે સહકાર આપ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

કરજણનાં અણસ્તુ ગામે લોકડાઉન વચ્ચે જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા ભાવ વધારા સામે મોંઘવારી રૂપી રાવણનું દહન કરાયુ.

ProudOfGujarat

ભાવનગર : ગારીયાધાર તાલુકામાં વરસાદી માહોલ જામતા લોકોમાં ખુશી પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!