Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા કલેક્ટર કચેરી ખાતે સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને કરાયા સન્માનિત.

Share

વડોદરા, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, આશ્રિતો તથા પરિવારજનોને વિવિધ સરકારી સહાય અને નાગરિકોના સહયોગથી સહાય મળી રહે તે માટે વડોદરાના છાણી વિસ્તારમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સતત પ્રવૃત્તિમય રહે છે.

કલેકટર અતુલ ગોરની ઉપસ્થિતિમાં, સેવા નિવૃત્ત તથા રાષ્ટ્ર સેવા કરતા મૃત્યુ પામેલ સેના જવાનો, અધિકારી કર્મચારીઓ તથા તેમના ધર્મપત્ની, આશ્રિતો સહિતના કલ્યાણ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરીઓમાં સૌથી વધુ ફાળો એકઠો કરનારને કલેક્ટર અતુલ ગોરે ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા.

કલેકટર અતુલ ગોરે જણાવ્યુ કે, રાષ્ટ્ર હિત અને ઉત્કૃષ્ટ કાર્યો માટે વડોદરા જિલ્લાના નાગરિકોએ કોરોનાના કપરાં સમય-સંજોગમાં પણ આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાષ્ટ્ર માટે ન્યોછાવર કરનાર સૈનિકોના, સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, આશ્રિતો-પરિવારજનોને મદદ કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી ઉદાહરણ પૂરું પાડયું છે. ઉદાર હાથે ફાળો આપી સૈનિકો અને તેમના આશ્રિતોને પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ફાળો આપી રાષ્ટ્રીય ફરજ અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન સરકારી કચેરીઓમાં એકઠા થયેલા ફાળામાંથી વડોદરા ચેરિટી કચેરી, મદદનીશ કમિશ્નરએ સૌથી વધુ રુ.૨,૪૩,૫૩૩ ફાળો એકત્ર કર્યો હતો.શહેરી વિસ્તારની શાળાઓમાંથી વડોદરાના આજવા રોડ સ્થિત પરિવાર વિદ્યાલય દ્વારા રુ. ૧૬,૨૦૧નો ફાળો ભેગો કરવામાં આવ્યો. ગ્રામ્ય વિસ્તારમાં કરજણના મિયાગામની શાહ એનબીએસ હાઇ સ્કૂલ દ્વારા રુ.૫૧ હજાર તથા પાદરા તાલુકાના વડુની મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલયે રુ.૧૫,૧૧૧ સૈનિકો અને તેના આશ્રિતો માટે એકઠાં કર્યા હતા. આ ઉપરાંત વ્યક્તિગત શ્રેણીમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારના રહીશ મીનાક્ષીબેન વસંતલાલ સોનીએ રુ.૩૧ હજાર તથા માંજલપુર રહેતા પૂંજાભાઈ પટેલે રુ.૨૫ હજારની રકમ આપી હતી. વિવિધ જૂથો દ્વારા કરવામાં આવતી સહાય શ્રેણીમાં આજવા રોડ સ્થિત શિવુ સ્ટડી સેન્ટર દ્વારા રુ.૧૧ હજાર અને બેંક ઓફ બરોડા નિવૃત્ત અધિકારી કર્મચારીઓ એસોસિએશન દ્વારા રુ.૧,૫૧,૦૦૦ આપવામાં આવતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે આશરે રુ.૧૨ લાખ ૫૪ હજારનો ફાળો એકત્ર થયો છે.

વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ નોંધાયેલ સંખ્યા મુજબ સેવા નિવૃત્ત સૈનિકોની સંખ્યા ૬,૭૭૭ અને મૃત્યુ પામેલ સૈનિકોના ધર્મપત્નીઓની સંખ્યા ૮૬૧ તથા આશ્રિતોની સંખ્યા ૨૩,૧૧૭ નોંધાઈ છે. જે વડોદરા, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છે અને તે કુલ મળી ૩૦,૭૫૫ છે.

મહત્વનું છે કે, વડોદરા જિલ્લાના આર્મી ૨,૫૬૨, નેવી ૨૦૯, એરફોર્સ ૨,૦૯૦ સહિત ૪,૮૬૧ પૂર્વ સૈનિકો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના આર્મી ૪૩૫, નેવી ૨૧ અને એરફોર્સ ૨૨૧ એમ કુલ મળી ૬૭૭ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નિઓ છે. વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સુરજિત સિંઘ રાઘવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સૌને આવકાર્યા હતા. તેમણે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” માટે પોતાનો ફાળો આપવા અનુરોધ કર્યો હતો. ફાળો આપવા ઇચ્છુક હોય તેવા વ્યક્તિગત દાતા કે સંસ્થાઓએ ” કલેક્ટર અને પ્રમુખ, ડી.એસ.ડબલ્યુ.આર.ઓ વડોદરા” નો ચેક કે ડી.ડી આપવાનો રહે છે. રોકડમાં ફાળો આપવા માંગતા હોય તેમને ફાળો મળ્યાની રસીદ પણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે હાથોહાથ આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી અને વિગતો માટે કચેરીના ફોન નં. ૦૨૬૫-૨૭૭૨૬૬૬ પર સંપર્ક કરી શકાશે.


Share

Related posts

ભરૂચ : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી..?

ProudOfGujarat

ભરૂચ : દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિંમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!