વડોદરાના મેયર કેયુર રોકડિયા એ આજે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરતા દબાણના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય આથી આ વેપારીઓને સૂચનો આપેલ છે કે અહીંથી આ દબાણો દૂર કરવામાં આવે અને વેપારીઓ દ્વારા કોઇ સિસ્ટમ ડેવલપ કરી મહાનગરપાલિકાને જાણ કરવામાં આવે તેવું કહ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની કચેરી પાસે જ રોડ ઉપર ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાના વળાંક પાસે દબાણકર્તાઓનો જમાવડો થતાં અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી સ્થાનિક કોર્પોરેટરો રજૂઆત કરતા આ પરિસ્થિતિનો કોઇ ઉકેલ ન આવતા આજે વડોદરાના મેયર કેયુર રોકડિયા જાતે સ્થળ પર જઇ વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી.
મેયર સાથે કોર્પોરેટરો અને અધિકારીઓ પણ સ્થાનિક વેપારીઓ અને મળ્યા હતા આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે વેપારીઓને સૂચનો કર્યા હતા કે આજે નહીં તો આવતીકાલે બે-ત્રણ દિવસનો સમય આપવામાં આવશે પરંતુ અહીંથી આ દબાણો દૂર કરવાની તાત્કાલિક ધોરણે જરૂરિયાત હોય આથી અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીમા ના મુકાય. તમારી રજૂઆત હોય તો તમે રજૂઆત કરી શકો છો. યોગ્ય રજૂઆત જણાશે તો એનો ઉકેલ લાવવામાં આવશે. મેયર દ્વારા આપવામાં આવેલી ચીમકીના અનુસંધાનમાં ફૂલોના વેપારીઓએ મેયરને સ્થળ ઉપર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અમે આસપાસના ગામોમાંથી ફૂલોનો વેપાર કરવા માટે આવીએ આવીએ છે. અમને માર્કેટમાં જગ્યા મળતી ન હોવાથી અમે રોડ ઉપર ફૂલ વેચી રહ્યા છે. અમારો વહેલી સવારે બેથી ચાર કલાકનો જ ધંધો હોય છે. પછી અમે લોકો જતા રહીએ છે. અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેયર એ વેપારીઓ સાથે કર્યો પરામર્શ.
Advertisement