વડોદરા નજીક આવેલા ભાયલી ગામની પોસ્ટ ઓફિસનાં બે નિવૃત્ત પોસ્ટલ આસિસન્ટન્ટ અને ફતેગંજ પોસ્ટ ઓફિસમાંથી સસ્પેન્ડ કરાયેલ સહિત ત્રણ પોસ્ટ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલા રૂપિયા રૂ.7.99 લાખનાં કૌંભાડનો પર્દાફાશ થયો છે. આ ભેજાબાજ ત્રિપુટીએ માસિક બચત યોજનાનાં 20 ઉપરાંત બંધ પડેલા ખાતામાં જમા થતી વ્યાજની રૂપિયા 7.99 લાખ રકમ પોસ્ટ વિભાગમાં કાર્યરત “ફિનેકલ ” સોફ્ટવેરની મદદથી ઓન લાઇન ઉપાડી લીધા હતા. ભાયલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અશોક પટેલ, સબ પોસ્ટ માસ્તર બકુલચંદ્ર સોલંકી અને વડોદરા રેસકોર્સ સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હસમુખ બારીયાએ 25 જુન 2016 થી 3 ઓગસ્ટ 2018 દરમિયાન ભાયલી ગામ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા અગાઉ બંધ કરવામાં આવેલા માસિક યોજનાનાં (MIS) ખાતામાં પોસ્ટ માસ્તરનાં ખાતામાં તકનીકી કારણોસર પડી રહેલી વ્યાજની રકમ રૂપિયા 7,99,320 ની જાણકારીનો ગેરલાભ ઉઠાવ્યો હતો.. આરોપી ત્રિપુટીએ ગ્રાહકોનાં નામના ફોર્મ (SB-7) ભરીને ખાતા ધારકોનાં નામની ખોટી સહીઓ કરી હતી. તે બાદ આરોપી બકુલચંદ્ર સોલંકીનાં ફીનેકલ સોફ્ટેવરનાં યુઝર તરીકે અશોક પટેલનો અલગ અલગ તારીખોમાં ઉપયોગ કરી ઓનલાઇન સિસ્ટમ દ્વારા ભાયલી સબ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 7,99,320 રકમ ઉપાડી લીધી હતી. આ અંગેની જાણ થઇ જતાં પોસ્ટ વિભાગનાં ઇન્સ્પેક્ટર નીતિન પરમારે વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે ભેજાબાજ ત્રિપુટી સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
વડોદરાની ભાયલી પોસ્ટ ઓફીસનાં બે નિવૃત્ત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ મળીને રૂ.7.99 લાખનું કર્યું કૌભાંડ.
Advertisement