Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

Share

કરજણ તાલુકાના માલોદ ગામે થોડા દિવસો અગાઉ બનેલા અકસ્માતમાં ત્રણ ઇસમોના કરૂણ મોત નિપજ્યા હતાં. ત્યારે બનાવને પગલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા થયેલ સ્થળ પર મુલાકાત દરમિયાન કરજણ મામલતદાર સહિત અન્ય અધિકારીઓ સાથે જાહેરમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. 

આ બાબતે મહેસુલી કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને સરકારી કર્મચારીઓમાં ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે.  ત્યારબાદ ઉપરોક્ત બાબતે આજરોજ કરજણ તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે કરજણ મામલતદાર સહિત તમામ કર્મચારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્ર પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમજ આવતીકાલે આના જ વિરોધમાં અધિકારીઓ માસ સી.એલ. પર ઉતરશે એમ જણાવવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નડિયાદ : સિનિયર સિટીઝનને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

ProudOfGujarat

જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને સાદર અર્પણ,વલસાડ સિવીલ હૉસ્પિટલની ખરાબ કામગીરી પર સોશિયલ મીડિયા પર ફરિયાદનો મારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!