Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્ય નોંધણી બાબતે યોજાઇ મીટીંગ.

Share

વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નજીક આવેલી હોટલ અચીઝા ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્યોની નોંધણી બાબતે મીટીંગ યોજાઇ હતી. આયોજિત મિટિંગમાં તાલુકા – જિલ્લાના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગના પ્રારંભે ઉપસ્થિત અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલે હાજરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ડિજિટલ સદસ્ય નોંધણી ઝુંબેશ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકોને ડિજિટલ સદસ્ય નોંધણી ઝુંબેશમાં જોડવા ખાસ અનુરોધ કર્યો હતો.

મોંઘવારીના મુદ્દે પણ આપણે કામ કરવાનું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા જે આદેશ થાય છે તેને અનુસરવાનું છે. ત્યારબાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો એ હાજરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આપણે સત્તાવીસ વર્ષથી સત્તા પર નથી. ચૂંટણીનાં દિવસે મતદાન મથક સુધી લઈ જવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આપણે પાછળ છીએ. ઘણા લોકોએ એપ ડાઉનલોડ ન કરી હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી જીતવી હોય તો મહેનત કરવી પડશે. રાહુલ ગાંધીએ જે કાર્યક્રમ બનાવ્યો છે તેને આપણે આગળ ધપાવીએ એમ જણાવ્યું હતું. મહિલા પચાસ ટકા મતદારો છે ત્યાં સુધી આપણે પહોંચી ન શક્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસના જોડવા અપીલ કરી હતી. માસમાં એકવાર મીટીંગ યોજવા હિમાયત કરી હતી. આયોજનબદ્ધ રીતે આગળ વધવા તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો.

મુબારક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ સદસ્ય નોંધણી ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને જોડવા ખાસ અનુરોધ કર્યો હતો. ઘરે ઘરે ફરી સદસ્ય બનાવવા અપીલ કરી હતી. પાંચ વિધાનસભાના પરિણામો પર આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવાની છે. મોટા કાર્યક્રમો યોજવાની તેઓએ વાત કરી હતી. મિટિંગમાં સમયસર હાજર રહેવા ખાસ અપીલ કરી હતી. ત્યારબાદ અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું ડિજિટલ સદસ્ય નોંધણી સાથે ઓફલાઈન સદસ્યની ખાસ હિમાયત કરી હતી. સાથે સાથે ઓનલાઇનમાં રૂપાંતરિત કરવાની અપીલ કરી હતી. આપણે ઘણા મોડા પડ્યા છે. ઝડપથી કામગીરી પૂર્ણ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આયોજિત મિટિંગમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેન સોની, ઉપપ્રમુખ ઝુબેદા બેન, જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ તેમજ કોંગી અગ્રણીઓ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજ્યના 50 પેટ્રોલ પંપ પર સ્ટેટ જીએસટી ટીમના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ

ProudOfGujarat

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે ટી.ટી ના ઇન્જેક્શનની અછત, દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

ProudOfGujarat

ભરૂચ : આઝાદીનાં અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે 65 મો વેબીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!