Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના બિઝનેસમેન એ ભાવિ પત્નીને ચાંદ પર એક એકર જમીનની આપી ગિફ્ટ.

Share

પ્રેમમાં ચાંદ તારા તોડી લાવવાની સહજ વાતો યુવા પ્રેમીઓમાં ચાલતી રહેતી હોય છે પરંતુ વડોદરાના 25 વર્ષીય બિઝનેસમેન યુવક મયુર પટેલે અઢી વર્ષના પ્રેમ સંબંધ બાદ સામાજિક રીત રસમ સાથે લગ્નનાં બંધનમાં બંધવાનું નક્કી કર્યું બંને પક્ષ રાજીખુશીથી લગ્ન માટે તૈયાર થઈ ગયા, 27 ફેબ્રુઆરીના દિવસે સગાઈ યોજવામાં આવી એ જ દિવસે મયુર પટેલ એ તેની ભાવિ પત્ની હેમાલી પટેલને સરપ્રાઈઝ ગિફ્ટ રૂપે ચાંદ પર એક એકર જમીનના દસ્તાવેજ આપ્યા ત્યાં જ ભાવિ પત્ની ખુશીથી ઝૂમી ઉઠી હતી.

અમેરિકાની લ્યુનર ઇન્ટરનેશનલ સોસાયટી જે કેલિફોર્નિયા સ્થિત છે જેના નાસા સાથે ટાયપ પણ હોવાનું બિઝનેસમેન એ જણાવ્યું હતું, મને ચાંદ પર જે એક એકર જમીન છે તે બેય ઓફ રેનબોવ એટલે કે પ્રેમના પ્રતીક સમાન જગ્યા આ કપલ એ જમીન ખરીદી હતી, કંપનીએ દસ્તાવેજી પુરાવા યુવકને આપ્યા છે.

જોકે આ જમીન ડિજિટલ પ્રોપર્ટી તરીકે આ કપલ પાસે રહેશે, જોકે આ જમીન કોઈને વેચી કે ખરીદી નહીં શકાય, લીગલી હક પણ નહીં હોય, યુવક એ ડેબિટ કાર્ડ દ્વારા ડોલરમાં ઓનલાઇન કંપનીને એક લાખ રૂપિયા ચૂકવ્યા છે, આ મામલે 22 ફેબ્રુઆરી 2022 થી ડિલની વાતચીત શરૂ થયા બાદ ડિલ થઈ હતી, આ પહેલા ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ચાંદ પર જમીન ખરીદી ચુક્યો છે, શાહરુખ ખાનના એક ફેને તેને ચાંદ પર જમીમ આપી હતી, અમદાવાદની શિબાની રોય એ મિત જૈનને પણ આ પ્રકારે જમીન ગિફ્ટ કરી છે, બિઝનેસમેન મયુર પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે જ્યારે તેમની ભાવિ પત્ની હેમાલી પટેલ એક ખાનગી કંપનીમાં પ્રોજેકટ કો ઓર્ડીનેટરની નોકરી કરે છે બંને અઢી વર્ષ સુધી પ્રેમ સંબંધ બાદ લગ્ન ગ્રંથીથી જોડાશે.

Advertisement

Share

Related posts

અગ્નિપથ : 60 થી વધુ જિલ્લામાં હંગામો, આગચંપી-તોડફોડ, જાણો અગ્નિપથ યોજના અંગે અત્યાર સુધી શું થયું?

ProudOfGujarat

ઈમરજન્સીથી લઈને ગુજરાતના રમખાણો સુધી, પાઠ્ય પુસ્તકોમાંથી ભૂતકાળના પાઠ ભૂંસાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ ધુમ્મસને પગલે ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!