વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ ગામની દીકરી દિશા પટેલ વધુ અભ્યાસ અર્થે યુક્રેનના ચેનીવેચશીમાં હતી, યુક્રેનથી સહી સલામત પોતાના માદરે વતન ધાવટ ગામે આવી પોહચી હતી. ગામની દીકરી સહીસલામત પરત ફરતા ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ છવાય ગયો હતો. હાલ રશિયા અને યુક્રેનનું ભંયકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં ઘણા ભારતિય વિધાર્થીઓ યુક્રેન અભ્યાસ અર્થે ગયા હતા અને યુદ્ધના કારણે ફસાય ગયા હતા. જેમાં પોતાના વતન ભારત અને પોતાના ગામ કરજણના ધાવટ ગામે પરત આવેલી દિશા પટેલનું કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઇ પટેલ (નિશાળિયા) એ તેમના ઘરે જઇ સાલ ઓઢાડીને દિશા પટેલનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદ દિશા પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ત્યાંની પરિસ્થિતિ વિશે બોલતા જણાવ્યું હતુ કે યુદ્ધ શરૂ થતા અમોને કહેવામાં આવ્યું કે તમારે તમારા દેશમાં પરત ફરવું પડશે ત્યારબાદ ભારતીય એમ્બેસી દ્વારા અમોને એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ખાવા પીવાની સગવડ પણ કરવામાં આવી હતી. સુવિધાઓ આપવા બદલ ભારતીય એમ્બેસીનો આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, કરજણ