Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

Share

એન.ડી.આર.એફ. વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગથી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો ૪ વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી. જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન.ડી.આર.એફ.ની મદદ માંગવામાં આવી હતી.
તેના અનુસંધાને કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ, રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગથી બચાવ અભિયાન આદર્યું હતું. આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલનથી બચાવ કાર્ય હાથધરી શુક્રવારની સાંજના ૫.૩૦ કલાકે આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ : તિરગરવાસ વિસ્તારમાં નમી પડેલા વીજ થાંભલો મકાન પર પડે તે પહેલા ખસેડવા બાબતે નાયબ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત.

ProudOfGujarat

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન, વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

પંચમહાલ : લોકડાઉનમાં તબલાં વગાડી સેલ્ફ ડીસીપ્લીનમાં રહેતો બાળક સ્વરમંથન ગાંધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!