રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના પરિણામે અનેક ભારતીય વિદ્યાર્થીઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગુજરાતના યુક્રેનમાં 300 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગયેલા છે જેમાંથી વડોદરાના અનેક વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનની ભયજનક સ્થિતિમાં વડોદરાના વિદ્યાર્થીઓને બંકરમાં લઈ જવામાં આવ્યા છે જેમાંથી જાનવી મોદી નામની વડોદરાના વિદ્યાર્થીએ વિડીયો કોલ કરીને તેઓનો બચાવ કરવાની અપીલ ભારત સરકાર સમક્ષ કરી છે. જાનવીએ વિડીયો કોલ દ્વારા જણાવ્યું છે કે અમો હાલ બંકરમાં છીએ અમારા જીવનું જોખમ છે, અહીંયા રશિયાના સતત બોમ્બ મારા વધી રહ્યા છે. જીવના જોખમ સાથે અમો હાલની પરિસ્થિતિમાં બંકરમાં છીએ આખી રાત અમો અહીં વીતાવેલ છે,
અહીં કોઈપણ પ્રકારની ખાવા-પીવાની કે રહેવાની સગવડતાઓ નથી, હાલના સંજોગોમાં અમારી ભારત સરકારને અપીલ છે કે અમોને અહીંયાથી બહાર નીકળવામાં મદદ કરો અમારે બને તેટલું જલ્દી વતન પરત ફરવું છે તો અમને અહીંથી કોઈપણ સંજોગોમાં વતન પહોંચવામાં મુશ્કેલીઓ અડચણરૂપ બની રહી છે તો ભારત સરકાર અમોને અહીંથી પરત લાવવામાં મદદ કરે.
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ બનતા વડોદરાના વિદ્યાર્થીઓએ કરી બચાવવાની અપીલ.
Advertisement