રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી સર્જાતા તમામ ફ્લાઇટો હાલના સંજોગોમાં રદ કરવામાં આવેલી છે. યુક્રેનમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગયેલા છે જેમાંથી વડોદરાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા અહેવાલો સાંપડયા છે. વડોદરાના કુશલ પટેલ પણ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા હોય તેઓએ માતા-પિતાને વિડીયો કોલ કરી જાણકારી આપેલી છે. હાલના સંજોગોમાં ફ્લાઇટ બંધ થવાને કારણે વતન પરત આવી શકતા નથી તો ઇન્ડિયન એમ્બેસી એ પણ હાથ ઊંચા કરી દીધેલા હોય આવા સંજોગોમાં માતા-પિતાની ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થયો છે. કુશલ પટેલના માતાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું છે કે હાલ પુત્ર સહી સલામત છે પરંતુ રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સતત ચિંતા રહે છે બાળકો પણ ત્યાં ફસાયેલા છે તો તેમને વહેલી તકે વતન પરત લાવવામાં આવે તેવી અમારી ભારત સરકાર સમક્ષ માંગણી છે.
વડોદરાના 300 થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા તાત્કાલિક વતન પરત લાવવાની માંગણી કરતા માતા-પિતા.
Advertisement