વડોદરા જિલ્લાના કરજણ તાલુકા પંચાયતમાં વિજેતા બનેલા સદસ્યોને ગ્રાન્ટ ફાળવવા માટે કરજણ તાલુકા – જિલ્લા સમિતિના હોદ્દેદારોએ કરજણ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. તાલુકા પંચાયતના કોગ્રેસ સદસ્યોએ તેઓને એક વર્ષ પુર્ણ થવા છતાં ગ્રાન્ટ ન મળતી હોવાનું જણાવતા તાલુકા પંચાયતમાં કોગ્રેસના સદસ્યો અને જિલ્લા કોગ્રેસના અગ્રણીઓ તેમજ તાલુકા પંચાયત વિરોઘ પક્ષના નેતા મિત પટેલ અને જીલ્લા પંચાયતના સભ્યો દીપ્તિ બેન ભટ્ટ તથા જીલ્લા કોગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાય તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ઉસ્માનભાઇ ઉઘરાદાર તથા અન્ય સદસ્યોએ તાલુકા પંચાયત પ્રમુખને રજુઆત કરી હતી.
કોગ્રેસ સમિતિ સંગઠન મહામત્રીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે તાલુકા પંચાયતને એક વર્ષ પુર્ણ થવા આવ્યુ તેમ છતા હજુ ગ્રાન્ટ મળી હોવાના આક્ષેપ કર્યા હતા. તે સદર્ભમાં તાલુકા વિકાસ અઘિકારી અને તાલુકા પંચાયત પ્રમુખની મુલાકાત કરી સાથે સાથે રજુઆત કરી અને જણાવ્યુ કે પ્રજા એ મત આપ્યા છે તે મત વિસ્તારમા વિકાસ કરવાનો હોય અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રહે એ સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખ ને રજુઆત કરાઇ હતી.
યાકુબ પટેલ, કરજણ