Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓ ડામવા માટે વડોદરા પોલીસે સમાજમાં દાખલો બેસે તે માટે એક રોમિયોને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

Share

પાસા કાયદાના નવા સુધારામાં જાતીય સતામણીના અપરાધીને પાસા કરવાની જોગવાઈ છે તેનો વિનિયોગ કરીને યુવતીની જાતીય સતામણી અને જાહેરમાં અપમાન કરનારા ઓની હવે ખેર નહીં રહે જેઓને હવે જેલ વાસ ભોગવવાનો વારો આવશે. વટહુકમ દ્વારા પાસાના કાયદામાં નવો સુધારો કરીને કલમ ૨(એચ) (એ) થી જાતીય સતામણીના અપરાધને પાસાને યોગ્ય બનાવવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસે પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આ નવી જોગવાઇનો સકારાત્મક અને ઉદાહરણીયઉપયોગ કરીને યુવતીની છેડતી, જાહેરમા અપમાન અને જાતીય સતામણીના ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારો વિરુદ્ધ કડકાઈથી પગલાં ભરશે.

ગત તા.૫/૨/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે એ વિસ્તારમાં રહેતી અને નોકરી પૂરી કરીને ઘેર પાછી રહેલી યુવતીનો પીછો કરી, તેનું વાહન રોકી, હાથ પકડી જાહેરમાં અભદ્ર વર્તન, ગાળાગાળી કરવા, જાતીય સતામણી કરવા અને ધાકધમકી આપવા સહિતના આરોપો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ વ્યક્તિના આ પ્રકારના વર્તનથી અને અસામાજિક પ્રવૃત્તિથી સગીર બાળાઓ પર અને સમાજ જીવન પર ગંભીર અસરો થવાનું જોખમ સર્જાયું હતું તેને અનુલક્ષીને આ વ્યક્તિ સામે ૧૯૮૫ ના અસામાજિક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારા અને ઉપરોક્ત નવા સુધારા અન્વયે જાતીય સતામણીના અપરાધ તરીકે તેને મુલવતી દરખાસ્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ કમિશનરના આદેશથી નવાયાર્ડ રોશન નગરમાં રહેતો નરાધમ મહમદ જાવીદ પઠાણને પાસા હેઠળ અટકાયતમાં લઈને રાજકોટ જેલ ભેગો કરવામાં આવ્યો છે.

Advertisement

શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના તમામ પોલીસ મથકોને જાહેરમાં યુવતીઓ, સગીર બાળાઓ, મહિલાઓની છેડતી અને જાતીય સતામણી કરતાં અસામાજિક તત્વોની સખ્ત નશિયત કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફતેગંજ પોલીસની આ દાખલારૂપ કાર્યવાહી એ અસામાજિક પ્રવૃત્તિઓ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ ડામવાની એક નવી દિશા મળી રહેશે.


Share

Related posts

ગોધરા શહેરમાં વરસાદથી પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસનું નગરપાલિકા તંત્રને આવેદન.

ProudOfGujarat

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી દ્વારા જન જાગૃતિ અભિયાન રેલી યોજાઇ.

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!