Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર : ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાશે.

Share

વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ હુંકાર ભરી અધિકારીઓ જો ગેરરીતી કરશે તો ચૌદમું રતન બતાવી તેમની સામે કાર્યવાહી કરાશે તેવી પ્રતિક્રિયા એગ્રોના ભ્રષ્ટ અધિકારી સન્સપેન્શન બાદ આપી હતી.

વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને છેલ્લા છ ટર્મના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગુજરાત સરકારે એગ્રોના ચેરમેન બનાવ્યા હતા જે પરથી તેમને તાજેતરમાં જ રાજીનામું આપ્યું છે પરંતુ ચેરમેન તરીકેના કાર્યકાળમાં ભ્રષ્ટ અધિકારી સામે લાલ આંખ કરી તેઓએ તપાસ સમિતિ સમક્ષ તટસ્થ તપાસની માંગ કરી હતી જેમાં ઉચ્ચ અધિકારી અભય જૈન અને શૈલેષ મકવાણા કસૂરવાર સાબિત થતાં તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ સરકારે જારી કર્યો છે જે અંગેની વિગત આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારને અને એગ્રોના નવા જવાબદાર એમડીને અભિનંદન આપ્યા હતા સાથે જ હુંકાર કર્યો હતો કે જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરશે અને મારા સકંજામાં આવશે તો તેને ચૌદમું રતન બતાવીશ તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તાપી હોટલ પાસે કાર પલટી જતા કારચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!