વડોદરામાં ટૂંક સમય પહેલાં ભાજપાના કોર્પોરેટર આશિષ જોશી દ્વારા તેના વિસ્તારમાં પાણી વિષયક ફરિયાદો ઉઠવા પામી હતી જેના કારણે સમગ્ર આ બાબતની મેયર કેયુર રોકડિયાને જાણ કરવામાં આવી હતી. મેયરે આ સમગ્ર મામલો પાણી પુરવઠા વિભાગના અમૃત મકવાણાને તપાસ સોંપી હતી જેમાં ખુલાસા થયા છે કે નાલંદાની ટાંકીમાં કંપની ખરીદીમાં પ્રોસિજર લેપ કરવામાં આવી હોય જેના કારણે કાર્યપાલક ઇજનેર જતન બધેકાને પાણી પુરવઠા વિભાગમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જે કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો તે કંપની આ ઓર્ડરમાં ધારાધોરણ મુજબ બંધ બેસતી ન હતી. તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પણ આ મામલે કોર્પોરેટર આશિષ જોશી દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આથી તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગના અમૃત મકવાણાએ તપાસનો અહેવાલ ને સોંપણી કરી છે જેમાં કાર્યપાલક ઇજનેર જતન બધેકાને સસ્પેન્ડનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાના મુદ્દે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડનો ઓર્ડર.
Advertisement