અનગઢ નવાપુરા ગામમાંથી એક ખેતરમાં કૂતરાઓએ ઢેલને ઘાયલ કરેલ હોય જેની અહીંના સ્થાનિકોને જાણ થતાં તેઓએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક કરતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવાર નવાપુરા ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઈ તેઓએ ઘાયલ ઢેલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નવાપુરા ગામમાં સંજયભાઈ ગોહિલનું ખેતર આવેલ છે જે ખેતરમાં ઢેલને કૂતરાઓએ ઘાયલ કરેલ હોય આ ઘાયલને જોતા સંજયભાઈ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સંપર્ક કરતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ અશોકભાઈ પવાર તેમજ કાર્યકર રાકેશભાઈ જાદવ, અજ્જુભાઈ સહિતના લોકો નવાપુરા સંજયભાઈ ગોહિલના ખેતરે પહોંચ્યા હતા ત્યાં જોયું હતું કે એક ઘાયલ હાલતમાં ઢેલ પડેલ છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના લોકો સારવાર માટે લઈ જાય તે પહેલા જ તેનું મરણ થયેલ હોય આથી લાઇફ ટ્રસ્ટના પ્રમુખ સહિતના સભ્યોએ વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી મૃત હાલતમાં ઢેલની ફોરેસ્ટ વિભાગને સોંપણી કરી હતી. આ ઢેલનું પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ આરંભી હતી. આખરે આ ઢેલનું મૃત્યુ શા કારણોસર થયું તે તમામ બાબતોનો તાગ મેળવવાના પ્રયત્નો ફોરેસ્ટ વિભાગે હાથ ધર્યા છે.