Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ભંગારની બોટલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

Share

વડોદરામાં નાયબ પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલ હોય જે દરમિયાન વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તે સમયે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ટેમ્પોમાં ભંગાર બોટલોની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસે રંગે હાથે ઝડપી પાડયા છે.

વડોદરા નાયબ પોલીસ કમિશનર જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરામાં બનતી દારૂની હેરાફેરીને ડામવા માટે એક ટીમને કાર્યરત કરવામાં આવી હતી જે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક ટ્રકને રોકવામાં આવી હતી. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ હોય આ ચોક્કસ બાતમીને અનુસરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરેલ હોય, પેટ્રોલીંગના સમય દરમિયાન બાતમીદારના વર્ણન અનુસાર આઈસર ટેમ્પો પસાર થતા ટેમ્પાની તલાશી લેવામાં આવતા ભંગારની બોટલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય આથી આ આઈસર ટેમ્પોને રોકીને બંને આરોપીઓને ઝડપી લઈને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

ProudOfGujarat

અંકલેશ્વર : સરકારી ગાડી પર તલવારથી કેક કાપી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવી ટ્રેન્ડમાં : સરકારી કર્મચારીઓ જ ઉડાવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા …!

ProudOfGujarat

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!