વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ નજીક સર્જાયેલા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સોમવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મંગળવારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે ઘટના સ્થળની મુલાકાત લેતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. તો બીજી તરફ કરજણના મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જાહેરમાં કરજણના મામલતદારને ખખડાવ્યા હતા. અને સાથે સાથે લીઝ માફિયાઓને પણ આડે હાથ લીધા હતા. તો બીજી તરફ ગ્રામજનોમાં ખુબ જ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. મનસુખભાઈ એ સ્થાનિક નેતાઓની મીલીભગતના પણ આક્ષેપો કર્યા હતા. રેત માફીયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા કહ્યું હતું. માર્ગ પર ઓવરલોડ વાહનોના કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ