Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નારી સંરક્ષણ ગૃહની દીકરીઓના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધામધૂમથી લગ્ન યોજાયા.

Share

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહના આંગણે બે વર્ષ બાદ શરણાઇના સૂર રેલાયા હતા. બાળપણ પસાર કરનારી વંદના અને શિતલે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં અને પિયર સમા નારી સંરક્ષણ ગૃહના આગણેથી અશ્રુભીની આખે સાસરીએ જવા માટે પોતાના ભરથાર સાથે વિદાય લીધી હતી. વિદાયની વસમી વેળા સમયે લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત હરકોઈ પોતાના આસું રોકી શક્યા ન હતા.

જે દીકરી અનાથ હોઇ એના લાલનપાલનની જવાબદારી સર્વ સમાજની છે અને એ આપણી પ્રાચીન પરંપરા છે એટલે નારી સંરક્ષણ ગૃહને ત્યાં આવેલા આ અવસરમાં તેમના પડખે સમાજના અનેક લોકો ઉભા રહ્યા હતા. અને વંદના અને શિતલના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતાં. અનેક શ્રષ્ઠીઓ દ્વારા બંને દીકરીઓને પોતાની યથાશક્તિ કન્યાદાન કર્યું હતું.

Advertisement

પ્રભુતામાં પગલાં પાડનાર શિતલ અને વંદનાના ભૂતકાળમાં ડોકીયું કરીએ તો શીતલ અતુલભાઇ પવારના માતાનું મૃત્યુ થયા બાદ પિતા ક્યાંક ચાલ્યા ગયા હતા. અને તે બાદ તેમના કોઇ સંબંધી તેમને અહીં મૂકી ગયા હતા. કુદરતે આપેલી આ કપરી સ્થિતિમાં રાજ્ય સરકારે તેમનું લાલનપાલન કર્યું. તેમનું બચપન અહીં હસતાખેલતા સારી રીતે પસાર થયું હતું. અને આજે તેણે સાસારીક જીવનમાં પગરણ માડ્યા હતા.

એવી જ કહાની વંદનાની પણ છે. તે આઠ વર્ષની હતી ત્યારે તેમને અહીં લાવવામાં આવી હતી. પોલીસ દ્વારા અનેક તપાસ કરવામાં આવી પણ, તેમના વાલી મળી આવ્યા નહીં. માતા અને પિતા, બન્નેની ભૂમિકા નારી સંરક્ષણ ગૃહે સારી રીતે નિભાવી હતી. આ બન્નેને અભ્યાસ સાથે આદર્શ નારી બને તેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. ઉંમરલાયક થતાં આજે તેણે પણ સાસારીક જીવનની શરૂઆત કરી હતી. નારી સંરક્ષણ ગૃહમાં રહીને લગ્નના ઉબરે પહોચેલી વંદનાના ઉમરેઠ ગામના વિવેક સાથે અને શિતલના લગ્ન વડોદરા શહેરના શુભમ સાથે શાસ્ત્રોક્ત વિધી સાથે કરવામાં આવ્યા હતા. નોધનિય છે કે, તેમની વિધિ રસપ્રદ છે. નારી સંરક્ષણ ગૃહમાં લગ્નોત્સુક યુવકોના બાયોડેટા આવેલા હોય છે. ન હોય તો મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે દીકરી 18વર્ષની થયા બાદ આ પ્રક્રીયા શરૂ કરવામાં આવે છે. જે રીતે એક માતા પિતા પોતાની દીકરી માટે સારો મુરતિયો શોધે તે રીતે યુવાનની પસંદગી કરવામાં આવે છે.

શિતલ અને વંદનાની તા. 22 ફેબ્રુઆરીના રોજ લગ્નની તારીખ નિયત થતા નારી સંરક્ષણ ઞૃહના આગણે ઢોલ ઢબુક વાના શરૂ થઇ ગયા હતા. સાંજીના ગીતો, પીઠી, ગોત્રજ, માણેકસ્તંભ રોપણ સહિતની ધાર્મિક વિધિઓ શરૂ થઇ ગઇ હતી. અને આજે તેઓના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં અગાઉ લગ્ન કરીને ગયેલી યુવતીઓ પોતાના પરિવાર સાથે આવી હતી. આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમા બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા કલેક્ટર, સાસંદ રંજનબહેન ભટ્ટ, પોલીસ કમિશનર ડો. શમશેરસિગ સહિત રાજકીય અગ્રણીઓ, સામાજના શ્રેષ્ઠીઓ સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવદંપતિને સુખી સાસારીક જીવનના આશિર્વાદ આપ્યાં હતા.


Share

Related posts

અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

ProudOfGujarat

દહેજ રિલાઇન્સ કંપનીમાંથી સગેવગે કરેલ સફેદ પાવડર રાજસ્થાનથી કબજે કરતી ભરૂચ એલ.સી.બી તથા દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!