વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કામો થઈ રહ્યા છે નેતાઓ દ્વારા લાખો કરોડોની ચર્ચા કરવામાં આવે છે અનેક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ હાલમાં પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે વડોદરા શહેરમાં આવેલ પ્રતાપનગર બ્રિજની હાલત કફોડી જોવા મળે છે.
મેયર,ચેરમેન દ્વારા વડોદરા શહેરમાં અનેક ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી પરંતુ વડોદરા શહેરમાં કેટલાક જુના બ્રિજ એવા છે કે હાલમાં જર્જરીત થયેલ છે આ તમામ બ્રિજ માટે મેન્ટેનન્સ કરવા પાછળ લાખો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ આવા બ્રિજોને કેમ રીનોવેશન કરવામાં નથી આવી રહ્યો તે સમજાતું નથી. બીજી બાજુ આ બ્રિજની દિવાલનો ભાગ ટુક સમય પહેલા ટુટી પડયો હતો ફરીથી જો આ બ્રિજની દિવાલ પડવાથી કોઈપણ જાનહાનિ થશે તો જવાબદાર કોણ..?? સરકાર એક બાજુ વિકાસની વાતો કરે છે પરંતુ કેટલાક અધિકારીઓને,સ્થાનિક નેતાઓને કેમ નથી દેખાતું.? જો આ બ્રિજને તાત્કાલિક ધોરણે મરામત નહીં કરવામાં આવે તો સ્થાનિક નાગરિકો સાથે રાખી આંદોલન શરૂ કરવામાં આવશે સાથે જો કોઈપણ આમ રાહદારીઓને ઈજા કે જાનહાનિ થશે તો વડોદરા કોર્પોરેશનની જવાબદાર રહશે.
વડોદરા : પ્રતાપ નગર બ્રિજની હાલત કફોડી, વિકાસની વાતો કરતાં સત્તાધીશો જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે???
Advertisement