વડોદરામાં આજે જન્મ મરણ નોંધણી અને લગ્ન નોંધણી શાખામાં સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અચાનક જ મુલાકાતે પહોંચ્યા હતા.
વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા લોકોને પડતી અગવડતા વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. આ મુદ્દે ડોક્ટર હિતેન્દ્ર પટેલ જણાવે છે કે અહીં આવતા લોકોને ધક્કા ના ખાવા પડે જન્મ મરણની નોંધણી ઝડપી થાય તે માટેના સુચનો અધિકારીઓને કર્યા છે. તેમજ લગ્ન નોંધણીની કાર્યવાહીમાં પણ સરળતા રહે તેની પણ અધિકારીઓને કાળજી રાખવાનું જણાવ્યું છે. કોરોના કાળ દરમિયાન મૃત્યુની નોંધણી મામલે પણ લોકો હજુ પણ ગરમ મસાલો સેવી રહ્યા છે તો તે બાબતે પણ નોંધણી શાખાના અધિકારીઓને તાકીદ કરવામાં આવેલ છે તેમજ ઓફિસની બહારના પેસેજમાં ગંદકી તથા અહીંના શૌચાલયની સ્થિતિ વિશેની પણ જાણકારી મેળવી હતી.
આજે અચાનક જ અધ્યક્ષની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓ હતપ્રભ બની ગયા હતા તો લોકોના અટવાયેલા કાર્યોનો ઝડપી નિકાલ થાય તેવા સૂચનો અધ્યક્ષ કર્યા હતા.
વડોદરામાં જન્મ મરણ અને લગ્નની નોંધણીની ઓફિસમાં સ્થાઈ સમિતિ અધ્યક્ષનું સરપ્રાઇઝ ચેકિંગ.
Advertisement