વડોદરા: ડ્રગ્સના રવાળે ચઢેલા યૌવનધનને પકડવા અને શહેરમાં ચાલી રહેલા ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે ભારતમાં પ્રથમ વડોદરા પોલીસે બીડુ ઝડપ્યું છે. શહેર પોલીસે યુરોપથી ખાસ પ્રકારની 100 કીટ મંગાવી છે. આ કીટનો ઉપયોગ આગામી નવરાત્રિ મહોત્સવમાં કરવામાં આવશે. આજે શહેરના મનોચિકીત્સકની ઉપસ્થિતીમાં પોલીસ કમિશનરે કીટ ડ્રગીસ્ટને કેવી રીતે પકડશે તે અંગેનો ડેમો રજૂ કર્યો હતો.
શહેર પોલીસ તંત્રે યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે કરી પહેલ
શહેરમાં યુવાધનને ખોખલા કરી રહેલા વિવિધ પ્રકારના ડ્રગ્સે માઝા મૂકી દીધી છે. શહેરમાં યુવાધન અફિણ, ગાંજો ઉપરાંત ગાયનેકમાં વપરાતા ફેન્ટામાઇન ઇન્જેક્શનનો ડ્રગીસ્ટો ઉપયોગ કરી રહ્યા છે. શહેર પોલીસ તંત્ર અનેક વખત અફિણ, ગાંજો તેમજ ફેન્ટામાઇન ઇન્જેક્શનોનો વેપલો કરતા તત્વોને જાહેર કર્યા છે. દિવેસે દિવસે આ ડ્રગ્સ યુવાધનને ખોખલું કરી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ તંત્રે યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે પહેલ કરી છે.સૌજન્ય