વડોદરાની સામાન્ય સભામાં આજે હોબાળો મચી ગયો હતો જેનો મુખ્ય મુદ્દો પીવાના પાણી વિતરણની સમસ્યા રહી હતી પાણી વિતરણમાં પૂર્વ વિસ્તારમાં સમસ્યાઓ સર્જાયેલી છે. આજની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા.
આજે સાંજે મળેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ અને ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પાણી વિતરણના મુદ્દે સામસામે આવી ગયા હતા. કોર્પોરેટર આશિષ જોશીના વોર્ડમાં પીવાના પાણીની અવારનવાર સમસ્યાઓ સર્જાય છે જેનું મુખ્ય કારણ વરસાદી કાંસમાં પાણીની લાઇન લીકેજ હોવાનો મુદ્દો રહ્યો છે. ગઈકાલે કોર્પોરેટર આશિષ જોશી વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉમા ચાર રસ્તા ખાતે વીએમસી ના ખોદેલા ખાડામાં ઉતર્યા હતા અને પાણીની લાઇનમાં લીકેજ છે તે ફોલ્ટ શોધવા માટે ભાજપાના કોર્પોરેટર ખુદ મેદાનમાં આવ્યા હતા. આ મુદ્દો હજી શાંત પડયો નથી તેવા સંજોગોમાં આજે એક તરફ નાલંદા પાણીની ટાંકી ખાતે સંપૂર્ણ લોકાર્પણ થયું તેમ છતાં હજુ સુધી ઘણાખરા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે જેના કારણે કોર્પોરેટરના વિસ્તારમાં રહેવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે જેના કારણે કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાને જોર પકડ્યું હતું ભાજપના કોર્પોરેટર અને ફાઈ સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ આમને સામને આવી ગયા હતા.