કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ધનોરા સહકારી મંડળીના નવા મકાનનું રીબીન કાપી કરજણ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે ખુલ્લુ મુકયું હતું.
નવા દૂધ ઘરના લોકાર્પણ પ્રસંગે બરોડા ડેરીના ડાયરેક્ટર સતીશ પટેલ, આજુબાજુના ગામોના દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી સહિત કરજણ ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્યો, ગામ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. તૈયાર થયેલુ નવુ દૂધ ઘર, માંગલેજ જૂથના ગ્રામ પંચાયતના 20 લાખના વિવિધ યોજનામાંથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ 8 લાખના કામોનું લોકાર્પણ કરજણ પૂર્વ ધારાસભ્યના હસ્તે કરાયું હતું.
કરજણના ધનોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવી મકાન ૧૩ લાખના ખર્ચે તૈયાર થયેલ “દૂધ ધર” ના ઉદ્ઘાટન અને માંગલેજ – ધનોરા જૂથ ગ્રામ પંચાયતના ૨૦ લાખના વિવિધ યોજનામાંથી વિકાસના કામોનું ખાતમુર્હૂત અને ૮ લાખના કામોનું લોકાર્પણ કરજણના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ડાયરેક્ટર સતીષભાઈ પટેલ (નિશાળિયા) ના વરદ હસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાતના સભ્યો દક્ષાબેન વસાવા, વિલાસબેન વસાવા, રોહનભાઈ પટેલ, ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ સિંધા, દૂધ મંડળીના પ્રમુખ અને ઉપસરપંચ ગજેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ રાણા, અતુલભાઈ પટેલ (કંડારી), કંડારી સરપંચ સહિત આજુબાજુ ગામોના દૂધ મંડળીના પ્રમુખો – મંત્રીઓ તેમજ તાલુકાના આગેવાનો સહિત ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું કરાયું લોકાર્પણ…
Advertisement