Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

નશામાં ધૂત બનેલા નબીરાઓની કાર ઝાડ સાથે અથડાઇ, દારૂની બોટલો જાહેરમાં ફેંકી: પૂરી ઘટના સીસીટીવી માં કેદ થઇ

Share

તારીખ ૦૧-૦૧-૨૦૧૮ નાં રોજ ન્યૂ યરની ઉજવણી કરીને દારૂના નશામાં બેફામ બનેલા કાર ચાલકોએ ફતેગંજ વિસ્તારમાં અકસ્માત સર્જયો હતો. આ અકસ્માત CCTVમાં કેદ થઇ ગયો હતો. અકસ્માત બાદ એક યુવક દારૂની બોટલ બહાર ફેંકતો જોવા મળ્યો હતો.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ચર્ચ પાસે રાત્રીનાં અઢી વાગ્યાની આસપાસ એક કાર ચાલક નબીરાએ સ્ટેઇરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર ચર્ચ પાસેના ઝાડ પર કાર ધડાકાભેર અથડાઇ હતી. ત્યારબાદ કારમાંથી બહાર નીકળેલા યુવકોએ રસ્તા પર દારૂની બોટલ ફેંકી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઇ હતી. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત સમયે આસપાસ ઉભેલા યુવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે કારચાલક સહિત કારમાં બેઠેલા યુવકો ચિક્કાર નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

એક તરફ જ્યારે પોલીસ નશાખોરો પર બાજ નજર રાખવાની વાતો કરે છે, ત્યારે દારૂના નશામાં ફરતા યુવકોએ પોલીસની કામગીરીની પોલ ખોલી દીધી છે.

સૌજન્ય

 


Share

Related posts

નવસારીનાં દુવાડા ગામ પાસે મહિલાની હત્યાનો મામલો, લીવઇનમાં રહેતા યુવકે જ મોતને ઘાટ ઉતારી, CCTV ની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

સુરત શહેરનાં ચોકબજાર વિસ્તારમાં સીટીબસે એક આધેડને અડફેટે લેતા તેનું ધટના સ્થળે મોત નિપજયું છે.

ProudOfGujarat

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat
error: Content is protected !!