વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજની કામગીરી હવે ઝડપી થઈ શકશે. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે 120 કરોડની જરૂર હતી. જેમાંથી 100 કરોડ રાજ્ય સરકારે આપવાની આજે જાહેરાત કરી છે. આજે આ જાહેરાત બાદ મેયર કેયુર રોકડીયા અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજની કામગીરીનું પરીક્ષણ કર્યું હતું.
મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 100 કરોડ આપવાની જાહેરાત કરતા હવે આ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થશે. સાથે સાથે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મેયર કેયુર રોકડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજની કામગીરી 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા ઇજારદારને સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે શહેરીજનોને થોડા મહિનાઓમાં બ્રિજ ખુલ્લો મળે તેવી શકયતા છે.
વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજની કામગીરી અટવાઈ પડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થોડા દિવસ પૂર્વે ગાંધીનગરમાં વડોદરા મહાનગરપાલિકા, ભાજપના સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં બ્રિજના બાંધકામ માટે હાલ પૂરતી સરકારની મદદ નહીં મળે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજ માટે ખર્ચ કરવા માટે કોર્પોરેશનને સૂચન કર્યું છે. જે બાદ વિવાદ વકર્યો હતો.
વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની કામગીરી માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા.
Advertisement