કરજણ નગરપાલિકા દ્વારા ધાવટ ચોકડીથી લઈને જુના બજાર મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર ઉભી કરાયેલી કેબિનો તેમજ લારી ગલ્લાના દબાણો દુર કરાયા હતા. સવારે પોલીસ કાફલા સાથે પાલિકાના અધિકારીઓની હાજરીમાં દબાણો દુર કરાયા હતા. દબાણો દુર કરતી વખતે લારી ગલ્લા ધારકોએ હૈયા વરાળ ઠાલવી હતી. નગરપાલિકાને ભાડું આપવા છતાં અમોને હેરાન કરવાના આક્ષેપો કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલે દબાણ હટાવ્યું તેનો સખ્ત વિરોધ કર્યો હતો.
કરજણ હાઇવે ધાવટ ચોકડીથી કરજણ જુના બજાર તરફ જતાં રોડની બંને બાજુના રોડ પરના અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી ગુરુવારે સવારથી જ નગરપાલિકાએ જે.સી.બી ની મદદથી હાથ ધરી હતી.
અહીં રોડને અડચણ રૂપ કેબીનો દુર કરી હતી. આ રોડ પર વર્ષોથી કાચા પાકા કેબીનો ૩૫૦ જેટલાં દબાણ અડચણ રૂપ હોવાથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટના સ્થળે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ વેમારડી એ દબાણોનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને આ ઝૂંબેશ નગરપાલિકા કાર્યવાહી સામે અનેક આક્ષેપો પણ કર્યા હતાં. સ્થાનિક અસરગ્રસ્તો એ પોતાની રોજી રોટી છીનવી લીધી હવે લોન કઈ રીતે ભરીશું એવી હૈયાવરાળ ઠાલવી હતી.
યાકુબ પટેલ, કરજણ