Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના બામણગામ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટ્રકે અડફેટે લેતાં સારવાર દરમિયાન કરૂણ મોત.

Share

ડભોઈ તાલુકાના પુનિયાદ ગામે નવીનગરીમાં રહેતાં અને ફરાસખાનાનો ધંધો કરતાં રણછોડભાઈ હિમંતભાઈ વસાવાના પિતા હિમંતભાઈ ગઈકાલે બપોરના ઘરેથી ચાલતા વડોદરા તેમની બહેનની ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ કરજણ તાલુકાના બામણગામ બસ સ્ટેન્ડથી ને.હા. નં . ૪૮ પર  રોડ ક્રોસ કરી સામેની સાઇડ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન  ભરૂચ તરફ થી આવતા રોડના છેલ્લા ટ્રેક ઉપર પૂૂરઝડપે ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રક નં. RJ-19-GB-6254 ના ચાલકે ટક્કર મારી અડફેટમાં લીધા હતા. જેથી હિમંતભાઈને બન્ને પગમા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બેભાન થઈ રોડની સાઈડમાં પડી જવા પામ્યા હતાં. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળે છોડી ભાગી છૂટ્યો હતો.  દરમ્યાન ૧૦૮ ની મદદથી હિમંતભાઇ શનાભાઈ વસાવા ઉ.વ.65 નાઓને  SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત હિમંતભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સગીરાના અપહરણના કેસમાં સખ્ત કેદની સજા ફટકારતી નડિયાદની સેશન્સ અદાલત.

ProudOfGujarat

વડોદરા : બોગસ કંપનીઓ ઊભી કરી ઇન્સ્ટન્ટ લોનના નામે 2.64 લાખ આપી 7.29 લાખ વસૂલ્યા, કૌભાંડના માસ્ટર માઇન્ડની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!