Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

Share

આજે બોલીવુડના ખ્યાતનામ ગાયક કલાકાર બપ્પી લહેરીનું અવસાન થતાં વડોદરાના મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.ના પ્રમુખ કમલેશ પરમાર એ તેમની વર્ષ ૨૦૧૩ ની જૂની યાદો યાદ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

બોલીવુડના ખ્યાતનામ ગાયક કલાકાર બપ્પી લહેરીનું આજે દુઃખદ અવસાન થતાં સમગ્ર સંગીત જગત શોકની લાગણીમાં ગરકાવ થયો છે ત્યારે વડોદરાના સંગીત પ્રેમીઓએ તેમની યાદોને તાજી કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વર્ષ ૨૦૧૩ ની સાલમાં વડોદરાની મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. ને 75 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના કાર્યક્રમમાં સિંગર બપ્પી લહેરી અને ભૂમિ ત્રિવેદી પ્રથમ વખત વડોદરાના ત્રિદિવસીય લાઈવ કોન્સર્ટમાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે જ બપ્પી લહેરી અને ગાયિકા ભૂમિ ત્રિવેદી હાજર રહી સંગીત સંગીત પ્રેમી જનતાને સૂરોના તારો સાથે જુના નવા ગીતો ગાયને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના દિવસે મેડિકલ સર્વન્ટ અર્બન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.નાં કમલેશ પરમાર દ્વારા તેમની યાદોને તાજી કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને બપ્પી લહેરીના અવસાનની દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને બપ્પી લહેરીની યાદમાં સંગીત પ્રેમીઓ માટે સંગીતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

ProudOfGujarat

ભારતમાં કોઈપણ સ્થળે ફોન દ્વારા ડિજિટલ પર્સનલ લોન ઉપલબ્ધ.

ProudOfGujarat

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ : ફોટો થયા વાઇરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!