ભારતીય જનતા પાર્ટીના બક્ષિપંચ મોરચાના વડોદરાના શહેર અધ્યક્ષ ભરત સ્વામીના બેન્કના લોકરમાંથી 50 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનુ ખૂલ્યું છે.
આ બનાવની જાણ વડોદરા શહેર અધ્યક્ષ ભરત સ્વામીને થતાં તુરંત જ તેઓએ બેંકના સત્તાધીશોને જાણ કરી છે. આ દાગીના 30 વર્ષ જૂના છે. વર્ષ 2006-07 નું આ SBI લાલબાગ બ્રાંચનું લોકર છે. ટૂંક સમય પહેલા તેમના મોટા પુત્રની સાસરીમાં પ્રસંગ હોવાથી પતિ-પત્ની કેનેડા જવાના હોય તે સમયે SBI બેન્કે જય દાગીના મૂક્યા હોય જે દાગીનાના પાઉચમાં રાખ્યા હતા તે પાઉચ જ નીકળું તેમાં રાખેલા દાગીના 6 નંગ બંગડી, 2 નંગ લકી, 1 બાજુબંધ, 4 સેટ બુટ્ટી, વિટી સાથે 1 ડોકિયું, 5 નંગ ચેઇન, 500 ગ્રામ સોનાના દાગીના કુલ 50 તોલા સોનાના દાગીના SBI બેન્કના લોકરમાં મુકેલ પાઉચમાંથી નીકળ્યા નહીં તેવું વડોદરાના શહેર અધ્યક્ષે ખુલાસો કરી જણાવ્યુ છે.
Advertisement