Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં યુવતીનું જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાના વિરોધમાં કરજણમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ અર્પિત કરાઇ.

Share

સુરતના કામરેજ ખાતે એક યુવતીનું સરેઆમ જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ખુબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઘટનામાં સંડોવાયેલા નરાધમને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ ઘટનાનો ભોગ બનેલી યુવતીના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજી પુષ્પાંજલિ પણ અર્પિત કરાઇ રહી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ લતાબેન સોનીની અધ્યક્ષતામાં ગતરાત્રીના કરજણ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમજ ગણપતપુરા ખાતે કેન્ડલ માર્ચ કરી યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસની મહિલા હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. મૃતક યુવતીની છબી મૂકી પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા હત્યારા સામે કડકમાં કડક અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી કરી માંગ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ લતાબેન સોની, કરજણ નગર મહિલા કોંગ્રેસ પ્રમુખ ચેતનાબેન પ્રજાપતિ વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જુબેદાબેન ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

ProudOfGujarat

વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરા તાલુકાનાં પોર નવીનગરી ખાતે જય લક્ષ્મી સ્વસહાય જૂથની વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!