વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યા છે. જિલ્લામાં દસ ગામ દીઠ એક એવા ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. વાઘોડિયા તાલુકાના કામરોલ ગામે ફરતા પશુ દવાખાનાના પશું ચિકિત્સકે ગાયના ખસી ગયેલા દેહની સફળ સારવાર કરી ગૌ માતાનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કાર્યરત ફરતું પશુ દવાખાનું અમરેશ્વરની પશું ચિકિત્સક ટીમ પોતાની શિડયુઅલ મુજબ કામરોલ ગામમાં વિઝિટમાં હતી. ગામના અલ્પેશભાઈએ ટીમના ડો. બીજલ ત્રિવેદી, ડો. ભાવિક પટેલ અને પાયલોટ અજીત ભાઈને પોતાની ગાયની બીમારી વિશે વાત કરી અને MVD ની ટીમ પશુ માલિકના ઘરે પહોંચી હતી. જાણવા મળ્યું કે ગાયને પ્રસૂતિની પીડા થઈ હતી અને સફળ રીતે બચ્ચું પણ બહાર આવી ગયું હતું પરંતુ તેનો દેહ અંદર તરફ જતો ન હતો. ગાયના માલિકે પણ ખૂબ પ્રયત્ન કરો કર્યો પરંતુ કોઈ ફરક પડ્યો નહીં આખરે ફરતું પશુ દવાખાનાના ડોક્ટર આ સમયે કામરોલ ગામમાં જ હતા. માલિકે પોતે જ આવીને ર્ડો. બીજલ અને તેમની ટીમને આ ઘટનાની જાણ કરી અને તેમની ટીમ તરત જ ઘટનાસ્થળે જઈ અને ગાયના દેહને પૂરી રીતે સાફ કરી ગાયના શરીરમાં યોગ્ય જગાએ બેસાડી ગાયનો જીવ બચાવ્યો હતો. પશુપાલકે ફરતા પશુ દવાખાના ડો. બીજલ ત્રિવેદી, ડો. ભાવિક પટેલ તથા તેમની ટીમનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લામાં GVK EMRI અને ગુજરાત પશુ પાલન વિભાગના સહયોગથી ૧૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા તાલુકામાં નંદેસરી, સિંધરોટ, રામનાથ પાદરામાં મુવાલ, સરસવણી, કરજણમાં કણભા, કરમડી શિનોરમાં આનંદી, વાણીયાદ ડભોઈમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ, વરસડા ગામનો સમાવેશ થાય છે.