વડોદરામાં રોમિયોગીરી કરતા પ્રેમમાં પાગલ યુવકને આજે વેલેન્ટાઈન ડે ના દિવસે વિફરેલા ટોળાએ મેથીપાક ચખાડી પ્રેમનું ભૂત ઉતાર્યું હતું. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નવી નગરીમાં એક યુવકે સ્થાનિક યુવતીની છેડતી કરી હોવાનું અહીંના રહેવાસીઓને માલુમ પડતાં આ પ્રેમમાં પાગલ યુવકને રોમિયોગીરી કરતા અટકાવ્યો હતો તેમજ અહીંના સ્થાનિક રહેવાસીઓએ આ યુવકને વરઘોડો કાઢી તેની પ્રેમીની માનસિકતા દૂર કરવા માટે મેથીપાક ચખાડી આજના વેલેન્ટાઈન ડે ના દિવસે તેના મગજમાં ચડેલું પ્રેમનું ભૂત ઉતાર્યું હતું તેમજ સમાજમાં બનતા પ્રેમના કિસ્સાઓ કે એક તરફી પ્રેમને કારણે થતી યુવતીઓની છેડતી કે અન્ય બનાવોમાં પણ સમાજમાં જાગૃતિ આવે અને યુવકો દ્વારા જાહેરમાં યુવતીની છેડતી સહિતના બનાવો અટકે તેવા પ્રયત્નો સયાજીગંજ વિસ્તારના રહેવાસીઓએ કર્યા હતા.
Advertisement