ભારતના યુક્રેનમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં ગુજરાતના પણ પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે તેવા સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ અત્યંત ચિંતીત બન્યા છે. હાલના સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઘરે પરત ફરવાની ઉતાવળ કરી રહ્યા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસને પણ ચિંતા સતાવી રહી છે. હાલના સમયમાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા પણ ઊંચા ભાડાની વસુલાત કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં રૂપિયા ૨૦,૦૦૦ ફ્લાઇટનું ભાડું હોય છે પરંતુ તકનો લાભ લઈને એરલાઇન્સ કંપનીઓ દ્વારા રૂપિયા એક લાખ સુધીનું ભાડું વસૂલાય છે. તેવા સંજોગોમાં વાલીઓની સરકાર સમક્ષ માંગણી છે કે અમારા દીકરા દીકરીઓને પરત લાવવામાં સહયોગ આપે, ઉડ્ડયન મંત્રાલય એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલે અને વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ પણ ન બગડે તેવી પણ તકેદારી લઈ ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફરે તેવી વાલીઓ આશા સેવી રહ્યા છે.