વડોદરા ગેસ લિમિટેડના બાબાજીપુરા અને રાવપુરા વિસ્તારમાં દસ હજાર ઉપરાંત કનેક્શન છે. જે ગેસ કનેક્શનના બીલના બાકી નાણાંની વસૂલાત કરવાની ઝુંબેશ આજથી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી, જે અંગેની વિગતો આપતાં વડોદરા ગેસ લિમિટેડના ફાયનાન્સ એક્ઝિક્યુટિવ વિરલ શાહ એ જણાવ્યું હતું કે બાબાજીપુરા અને રાવપુરા વિસ્તારમાં ગેસ વપરાશ કર્તાઓ પાસેથી ત્રણ કરોડ ઉપરાંતની રકમ વસૂલવાની શરૂઆત આજથી કરવામાં આવી છે ત્યારે જે વપરાશકર્તા બાકી રકમની ૫૦ ટકા રકમ સ્થળ પર નહીં ભરે તેનું ગેસ કનેક્શન કાપવામાં આવશે સાથે બાયપાસ કનેક્શન અંગેની પણ કડક કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું.
વડોદરામાં ગુજરાત ગેસ કનેક્શનના જેના બીલ ભરવાના બાકી હોય તેઓને આજે નાણા વસૂલી માટે ફાયનાન્સ ટીમ વડોદરાના બાબાજીપુરા અને રાવપુરા વિસ્તારમાં બાકી લેણદારો પાસેથી લેણી રકમ ઉઘરાવવા માટે નીકળી હતી અનેક લોકોના બિલ પેન્ડિંગ હોય સમગ્ર વિસ્તારમાં રૂપિયા ત્રણ કરોડથી વધુના પૈસાનું ચુકવણું બાકી હોય તેમ એક્ઝિક્યુટિવ ઑફિસર જણાવ્યું હતું.