ગોકુલ ભૈયાની ચાલીના રહીશો એ મકાનોના બદલે મકાનો આપવામાં આવી તેવી સ્થાનિક રહીશો એ માંગ કરી.
કેન્દ્રીય રેલ્વે તંત્ર દ્વારા નવીન બુલેટ ટ્રેન અમદાવાદથી બોમ્બે સુધી બુલેટ ટ્રેનનું આયોજન કરવામાં આવેલ છે જેને લઈ જમીન સંપાદન થયેલ હોય રેલ લાઇનમાં નડતર રૂપ કાચા પાકા મકાનોને દૂર કરવા માટે જે મકાનો દૂર કરવામાં આવનાર હોય તેઓને તંત્ર દ્વારા વળતર તરીકે નાણા ચૂકવવાની બાહેધરી આપી હતી તેવુ સ્થાનિક રહીશો એ જણાવ્યુ હતુ જે વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આવેલ ગોકુલ ભૈયાની ચાલીમા આવેલ 11 આવાસો દૂર કરવાની કામગીરી કરવામાં આવનાર હોય પરંતુ તંત્ર દ્વારા મકાનના રહીશોને ઓછા વળતર ચૂકવવાનું કહેલ હોય રહીશો એ નારાજગી વ્યક્ત કરી હતી.
પરંતુ તેઓ દ્વારા નાણાંની બદલે મકાનોની માંગ કરવામાં આવી હતી. આજદિન સુધી યોગ્ય નિકાલ ન આવતા ગોકુલ ભૈયાની ચાલીમા રહીશો એ રેલ્વે તંત્ર વિરુદ્ધ દેખાવો કરી રોષ ઠલાવ્યો હતો.
વડોદરા : બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે આવાસો દૂર કરાતા ગોકુલ ભૈયાની ચાલીના રહીશોનો વિરોધ.
Advertisement